Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડોદરાના માંજલપુર વિસ્તારમાં માસ્ક ચેકિંગની કામગીરી કરી રહેલ પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી ધમકી આપનાર સુરતના વકીલ સહીત ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારના તુલસીધામ ચાર રસ્તા પાસે કોવિડ-19 અંતર્ગત માસ્ક ચેકિંગની કામગીરી કરી રહેલા પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી ધમકી આપનાર સુરત શહેરના વકીલ સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકના જવાનો કોવિડ-19 અંતર્ગત તુલસીધામ ચાર રસ્તા પાસે માસ્ક ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે પસાર થતી કારના ચાલક દીપન રાંદેરીયા અને તેની બાજુમાં બેસેલી તેમની પત્ની સોનિયાબેન રાંદેરીયા ( રહે - બાલાજી નગર સોસાયટી ,પીપલોદ ,સુરત )  એ માસ્ક પહેર્યું ન હોય પોલીસે અટકાવી રૂ. 1000 દંડ ભરવા અંગે જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા કારચાલકે જણાવ્યું હતું કે સુરતમાં 200 રૂપિયા દંડ થાય છે તો તમે 1,000 દંડ કરી ખોટું ઉઘરાણું કરો છો અને બૂમ બરાડા પાડ્યા હતા. 

(5:54 pm IST)