Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડોદરાના ભાયલી ગામે પત્નીને વારંવાર અપમાનિત કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના ભાયલી ગામમાં સાસરિયાઓનો શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. બીબીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા બાદ અવાર નવાર ઘરમાં પતિ તથા સસરા દ્વારા યોજાતી દારૂ અને મટનની પાર્ટીમાં યુવતીને પીરસવા દબાણ કરવાની સાથે દહેજ માટે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી સેક્સ્યુઅલી હેરેસમેન્ટનો બનાવ વડોદરા તાલુકા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે સાસરિયાના પાંચ સભ્યો વિરુદ્ધ બળાત્કાર અને દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર વડોદરા શહેરના વાસણા રોડ પર રહેતી અને બીબીએનો અભ્યાસ કરતી 28 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019 દરમ્યાન કમલકાંત પટેલ (રહે-શિલ્પ બંગલોઝ, ભાયલી ગામ, વડોદરા) સાથે થયા હતા. પતિના સુરતની નૈસરગી ગોહિલ સાથે પ્રેમ સંબંધ હોય બન્ને મોડી રાત સુધી ફોન પર વાતો કરતા હતા. આ અંગે પણ યુવતીએ સાસુ સસરા તથા નણંદ ધ્રુતીબેનને જાણ કરતા આધુનિક યુગમાં આવું બધું ચાલ્યા કરે તેમાં કોઈ વિરોધ કરવાનો ન હોય તેમ કહીં વાતને હસવામાં કાઢી નાખી હતી. અને વાંઝણી હોવાનું જણાવી ભુવા પાસેથી પડીકીઓ મંત્ર આવી લાવી દૂધ અને જ્યૂસમાં મેળવી બળજબરી પીવડાવી સોના- ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, ઓરીજનલ દસ્તાવેજ વગેરે આંચકી લઈ યુવતીને તેના પિતાના ઘરે મૂકી આવ્યા હતા.

(5:52 pm IST)