Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સુરતના વરાછા વિસ્તારમાં મોડીસાંજે હીરા ખરીદવાના બહાને બે અજાણ્યા શખ્સો 2.20 લાખના લઇ પેમેન્ય કર્યા વગર રફુચક્કર થઇ જતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

સુરત: શહેરના વરાછા વર્ષા સોસાયટી વિભાગ 2 માં હીરાનો વેપાર કરતા પ્રૌઢની દુકાનમાં મોડીસાંજે હીરા ખરીદવા આવેલા બે અજાણ્યા ગુજરાતી ભાષી રૂ.2.20 લાખના હીરા પસંદ કરી તે ખરીદવાના બહાને રોકાઈ તે હીરાના પેકેટ સાથે બીજા 24 હીરાના પેકેટ પણ આંચકી લાખો રૂપિયાના હીરા લૂંટી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા ત્રિકમનગર 2 રાધાકૃષ્ણ મંદિર પાસે સ્વસ્તિક સોસાયટી ઘર નં બી-14 માં રહેતા 57 વર્ષીય પરષોત્તમભાઇ શામજીભાઇ પરમાર છેલ્લા 20 વર્ષથી વરાછા વર્ષા સોસાયટી વિભાગ 2 ઘર નં.221 માં ભાડાની દુકાનમાં હીરાનો વેપાર કરે છે. વરાછા મીનીબજાર લક્ષ્મી મેટલરમાંથી મોટાભાગે કાચા હીરા લાવી તેને તૈયાર કરાવી વેચતા પરષોત્તમભાઇ ગતસાંજે 7.30 વાગ્યાના અરસામાં દુકાને હાજર હતા ત્યારે 25 થી 30 વર્ષના બે અજાણયા ત્યાં આવ્યા હતા અને હીરા ખરીદવા છે બતાવો કહી હીરા જોવા માંગ્યા હતા. પરષોત્તમભાઇએ તેમની પાસેના હીરાના 25 પેકેટમાંથી એક પેકેટ ખોલી હીરા બતાવ્યા હતા. જોકે, બંનેએ આ હીરા પસંદ નથી આના કરતા સારી ક્વોલિટીના હીરા બતાવો તેમ કહેતા પરષોત્તમભાઇએ રૂ.2.20 લાખની મત્તાના હીરાનું પેકેટ ખોલી હીરા બતાવ્યા હતા.તે હીરા જોઈ બંનેએ આ હીરા પસંદ છે, અમારા ભાગીદારને રૂપિયા લઈને બોલાવીએ છીએ તેમ કહી બંને દુકાનના ઓટલા ઉપર બેસી ગયા હતા.

(5:46 pm IST)