Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગાંધીનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ ડામવા પોલીસદ્વારા દોડધામ હાથ ધરવામાં આવી: ઝુંડાલમાંથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોની 13 હજારની રોકડ સાથે ધરપકડ

ગાંધીનગર: જિલ્લામાં જુગારની પ્રવૃતિ ડામવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે ઝુંડાલમાંથી વરલીનો જુગાર રમાડતાં બે શખ્સોને ઝડપીને ૧૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે સે-૭ પોલીસે ફતેપુરામાંથી એક શખ્સને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જિલ્લામાં ઠેકઠેકાણે જુગારની પ્રવૃતિ શરૂ થઈ છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી આવા જુગારધામો ઉપર દરોડા પાડી રહી છે ત્યારે એલસીબી-ર ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઝુંડાલમાં કેટલાક ઈસમો વરલીનો જુગાર રમાડે છે. જે બાતમીના પગલે દરોડો પાડી ઝુંડાલ ગામમાં હનુમાનજીવાળા વાસમાં રહેતા જશુજી માધાજી વાઘેલા અને મહેશ બળદેવજી વાઘેલાને વરલીનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પુછપરછમાં બહાર આવ્યું હતું કે તે દિગ્વિજયસિંહ ઝાલાનો વરલીનો જુગાર લખતાં હતા અને તે માટે રોજના ૪૦૦ રૂપિયા ચુકવવામાં આવતાં હતા. પોલીસે તેમની પાસેથી સાહિત્ય અને રોકડ મળી ૧૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી બાજુ સે-૭ પોલીસે પણ સે-૧પ ફતેપુરામાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતાં સે-૪/સી પ્લોટ નં.૧રરર/રમાં રહેતા અમિત ઉર્ફે કાલુ કાંતિલાલ ચૌહાણને ઝડપી પાડી પ૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(5:29 pm IST)