Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગાંધીનગર એલસીબીએ કલોલ બોરીસણા રોડ નજીક વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી 16 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં જુગારની બદી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે કલોલ બોરીસણા રોડ ઉપર ચાલતાં વરલી મટકાના જુગારધામ ઉપર દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી લઈ ૧૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

ગાંધીનગર જિલ્લામાં જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દરોડા પાડી રહી છે. ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી જુગારના કેસો કરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.રણજીતસિંહને બાતમી મળી હતી કે કલોલ રાજધાની ટેનામેન્ટ પાસે આવેલા સ્વામી ઓટોેગેરેજ આગળ ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાઈ રહયો છે જેના પગલે પોલીસે દરોડો પાડી ચંદ્રકાંત ઉર્ફે ચંદો ચીનુભાઈ શાહ રહે.૧, સમર્પણ ફલેટ, મયુર દીનેશભાઈ શાહ રહે.ગાયોના ટેકરા દવેવાસ, કલોલ તેમજ બગીચાની ચાલીમાં રહેતા વિનોદકુમાર સેલ્વારાજ આદીદ્રવીડ અને પ્રીયસ્વામી સેલ્વારાજ આદીદ્રવીડને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૧૬૪૦ની રોકડ અને મોબાઈલ મળી ૧૬૬૪૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ચંદ્રકાંત ત્યાં આવતા ગ્રાહકો પાસેથી આંક લખતો હતો જયારે પ્રીયસ્વામી વોટસએપ મારફતે જુગારના આંક લખતો હોવાનું બહાર આવ્યું હતું. તેમની સામે કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. 

(5:29 pm IST)