Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

નવરાત્રિ પ્રસંગે અંબાજી મંદિરના દર્શનના સમયમાં યાત્રિકોની ધાર્મિક ભાવનાને લક્ષમાં લઇને વધારો કરાયો : અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ , ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ ઉપર આરતીનુ જીવંત પ્રસારણ

 ગાંધીનગર::::અત્યારે આધશક્તિ મા અંબેના નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલની સુચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તા.૧૯ ઓક્ટોબરથી દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે. 

        દર્શન સવારે- ૭.૩૦થી ૧૧.૪૫ દર્શન બપોરે- ૧૨.૧૫ થી ૧૬.૧૫ દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦ અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતી ૭.૦૦ થી ૭.૩૦ અને સાંજની આરતી ૬.૩૦ થી ૭.૦૦ વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in , ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. 

      કોરોના મહામારી અન્વયે સરકારશ્રીની ગાઇડલાઇન અન્વયે અંબાજી દેવસ્થા ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(4:49 pm IST)