Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ટેકાના ભાવમાં પ્રથમ વખત પી. એફ. એમ. એસ. પ્રયોગ

મગફળી વેંચ્યા પછી ખેડૂતોને અઠવાડિયામાં નાણા મળી જશે : કુલ ૪,૪૬,૯૪૯ ખેડૂતો નોંધાયા

રાજકોટ, તા.૧૯ : રાજય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી તા.ર૧થી રાજયના ૧પ૦ જેટલા કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થનાર છે. હાલ નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. તા. ર૦ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. આ વર્ષે ગયા વર્ષ કરતા મગફળીનું ઉત્પાદન વધુ થયાનો અંદાજ છે, પણ અત્યાર સુધી નોંધાયેલા ખેડૂતોની સંખ્યા ગયા વર્ષ કરતા ઓછી છે. આ વખતે પ્રથમ વખત પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હોવાથી નાણાની ચૂકવણી પ્રક્રિયા વધુ ચોકસાઇવાળી બનશે. ખેડૂતોને મગફળી વેંચ્યા પછી અઠવાડિયામાં જ ખાતામાં નાણા મળી જાય તેવી તૈયારી થઇ રહી છે.

ગયા વર્ષ ૪,૭૧,૪૬૦ ખેડૂતોએ મગફળી વેંચવા ઓનલાઇન નોંધણી કરાવેલ જેમાંથી અઢી લાખ જેટલા ખેડૂતોએ મગફળી વેંચી હતી. આ વખતે આજે સવાર સુધીમાં ૪,૪૬,૯૪૯ ખેડૂતો નોંધાયા છે. નોંધણી પ્રક્રિયા હજુ ૩ દિવસ ચાલશે. શરૂઆતમાં રોજ પ આંકડામાં નોંધણી થતી હવે મોટાભાગની નોંધણી પૂરી થઇ ગઇ છે. આજના દિવસમાં બપોર સુધીમાં માત્ર ૮૦૦ જેટલા ખેડૂતો જ નોંધાયા છે. ગયા વર્ષે નોંધાયેલા ખેડુતોની સરખામણીએ આ વર્ષે ૯પ ટકા જેટલી નોંધણી થઇ છે.

ખેડૂતોને મગફળી ટેકાના ભાવે વેંચ્યા પછી અઠવાડિયામાં જ નાણા આપી દેવા માટે પી.એફ.એમ.એસ.નો ઉપયોગ થશે. મગફળી ખરીદીમાં આ પ્રથમ  વખત અપનાવવામાં આવી છે.

(9:39 am IST)