Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રાજ્યમાં વરસાદે 199 લોકોનો ભોગ લીધો : પાણીમાં તણાઈ જતા 89 લોકો અને વીજળી પડવાથી 54 લોકોના મોત થયા

દિવાલ તેમજ વૃક્ષ પડવાને કારણે 56 લોકોના મૃત્યુ : સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 20 લોકોએ જીવ ગુમાવ્યો

 

અમદાવાદ : રાજ્યના વરસાદની સત્તાવાર વિદાય બાદ સરકારે માનવ મોતનો આંકડો જાહેર કર્યો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે કુલ 199 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જયારે  મોરબીમાં 15 લોકોના મુશળધાર વરસાદને કારણે મોત થયા છે. મહત્વનું છે કે, વીજળી પડવાથી રાજ્યમાં કુલ 54 લોકોએ જીવ ગુમાવ્યો છે

   રાજ્યમાં ભારે વરસાદને કારણે 89 લોકોના પાણીમાં તણાવાથી મોત થયા છે. ઉપરાંત દિવાલ તેમજ વૃક્ષ પડવાને કારણે 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યસરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય કરી છે. કુલ 179 પરિવારજનોને રૂપિયા 7 કરોડ 16 લાખની સહાય કરવામાં આવી છે.જયારે 9 જેટલા મૃતકોના પરિવારજનોને સહાય કરવાની હજુ બાકી છે.

(12:24 am IST)