Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અમદાવાદ જિલ્લાની વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર રાઠોડ સફાઈ અભિયાનમાં જોડાયા

વિવિધ વિસ્તારોમાં ચીફ ઓફિસર વિનોદ રાઠોડ દ્વારા સફાઇ કરાતા સહ કર્મચારીઓ પણ સફાઇ અભિયાનમાં સામેલ થયા

વિરમગામ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન મિશન વેગવંતુ બનાવવામાં આવ્યું છે અને ઘણી વખત વડાપ્રધાન દ્વારા સફાઈ અભિયાનમાં જોડાઈને જાતે સફાઇ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

  વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડ થોડા દિવસોથી જાતે સફાઈ અભિયાનમાં જોડાયા છે અને વિરમગામના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે. ચીફ ઓફિસર ની સાથે વિરમગામ નગરપાલિકાના અન્ય કર્મચારીઓ પણ સફાઈ અભિયાનમાં જોડાયા છે અને સહિયારા પ્રયત્નો થી વિરમગામ શહેર ને સ્વચ્છ શહેર બનાવવા માટે પ્રયત્નશીલ છે

(7:51 pm IST)