Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

તારાપુર-વરસાડા નજીક ગેસના ગોડાઉનનું તાળું તોડી અંદરથી 97 હજારની કિંમતના ગેસની બોટલોની તસ્કરી કરી ગઠિયા છૂમંતર......

તારાપુર: તાલુકાના વરસડા ગામે આવેલા ગેસના ગોડાઉનનું તાળુ તોડીને અંદરથી ૯૭ હજારની કિંમતની ગેસની ૯૭ બોટલો ચોરીને તસ્કરો ફરાર થઈ જતાં પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ચાંગડા ગામે રહેતા જયપાલસિંહ પરબતસિંહ રાઓલ પત્નીના નામે ગેસની બોટલોના વેચાણનો પરવાનો ધરાવે છે. તેઓએ વરસડા ગામની સીમમાં આવેલા સર્વે નંબર ૮૮૮વાળી જમીનમાં ગેસનુ ંગોડાઉન બનાવ્યું છે. જેમાં ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને તાળુ તોડીને અંદરથી ૧૪.૨ કિલોગ્રામની ૪૧ ભરેલી બોટલો તેમજ ૧૯ કિલોગ્રામની ૫૬ બોટલો મળીને કુલ ૯૭ હજારની કિંમતની બોટલો ચોરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ જયપાલસિંહને થતાં તેઓ તુરંત જ ગેસના ગોડાઉન ખાતે પહોંચી ગયા હતા જ્યાં સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતાં રાત્રના એક વાગ્યાના સુમારે એક શખ્સ સીસીટીવી કેમેરા ઉપર પ્લાસ્ટિક લગાવતો નજરે પડ્યો હતો.

(5:37 pm IST)