Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

આંકલાવ તાલુકાના ગંભીરા-દેવાપુરા ગામની સિમ નજીક રાત્રીના સુમારે હિટ એન્ડ રન: અજાણ્યા વાહન ચાલકે બે બાઇકોને હડફેટે લીધી: એકનું મોત: એક ઈજાગ્રસ્ત

આંકલાવ: તાલુકાના ગંભીરા-દેવાપુરા ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે બનેલી હીટ એન્ડ રનની એક ઘટનામા એકનું મોત થયું હતુ જ્યારે એકને ગંભીર ઈજાઓ થતાં તેને બોરસદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર બીલપાડ ગામે રહેતો મહેશભાઈ નરસિંહભાઈ પરમાર (ઉ. વ. ૨૩) પાદરા તાલુકાના ડભાસા ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે તે જમીને પોતાનું બાઈક નંબર જીજે-૨૩, ડીબી૮૬૬૧નું લઈને નોકરીએ જવા નીકળ્યો હતો. સવા નવેક વાગ્યાના સુમારે ગંભીરા-દેવાપુરા સીમમાં આવેલા કાલકા પેટ્રોલપંપ પાસેથી પસાર થતો હતો ત્યારે ગંભીરા તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તે રોડ પર પટકાયો હતો. ત્યારબાદ અજાણ્યા વાહને બીજા બાઈક નંબર જીજે-૨૩, બીએન-૩૦૮૦ના ચાલક હિતેશભાઈ ભગવાનભાઈ પઢિયારને પણ અડફેટે લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

(5:37 pm IST)