Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

નડિયાદના ચકલાસીમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી રાજનગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે માતા-પુત્રની ધરપકડ કરી

નડિયાદ: તાલુકાના ચકલાસી તાબે રાજનગરમાં રહેતાં કમલેશભાઈ રતિલાલ વાઘેલાના ઘરમાં દારૂ સંતાડી તેનું વેચાણ કરતાં હોવાની માહિતીના આધારે ચકલાસી પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડામાં પોલીસે વિદેશી દારૂની ૧૨ બોટલો કિંમત રૂ.૬૦૦૦ તેમજ ૭ નંગ બિયર કિંમત રૂ.૭૦૦ મળી કુલ રૂ.૬૭૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કમલેશભાઈ રતિલાલ વાઘેલા અને તેની માતા ભાવનાબેન ઉર્ફે ટીનુબેન રતિલાલ વાઘેલાની ધરપકડ કરી બંને સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:35 pm IST)