Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કઠલાલના ખાંડીવાવની સીમમાં ખેતરની ઓરડીમાંથી ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 9.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો: ખેતરના મલિક વિરુદ્ધ ગુનો દાખલ

કઠલાલ: તાલુકાના ખાંડીવાવ ગામની સીમમાં આવેલ એક ખેતરની ઓરડીમાં ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છાપો મારીને ૯.૪૬ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને ખેતરના માલિક વિરૂદ્ઘ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ આગમી વિધાનસભાની પેટા ચુંટણી તેમજ દિવાળી પર્વને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય ડીજીપીની સૂચના મુજબ સમગ્ર રાજ્યભરમાં પ્રોહિ.-જુગાર ડ્રાઈવનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ખેડા જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગતરોજ કઠલાલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યાં હતાં. ત્યારે કઠલાલ તાલુકાના ખાંડીવાવ ગામની સીમમાં આવેલ પ્રભાતસિંહ ચંદુભાઈ ઝાલાના ખેતરની ઓરડીમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હોવા અંગેની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો.

(5:35 pm IST)