Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સુરતના ડુમમ્સ રોડ નજીક બિઝનેસ ડીલના બહાને મિટિંગ રાખી મુંબઈના વેપારીના 25 લાખ રોકડા સેરવી ભેજાબાજો રફુચક્કર: પોલીસ ફરિયાદ

સુરત:ડુમ્મસ રોડની હોટલ મેરિઓટમાં મુંબઇના વ્યાપારી સાથે કેમિકલ (પ્લાસ્ટિકના દાણા) ની ડીલ કરવાના બ્હાને મિંટીગ ગોઠવી બે ભેજાબાજોએ ચાલાકી પૂર્વક વ્યાપારીની રોકડા રૃા. 25 લાખની મત્તા વાળી બેગ તફડાવી તેના બદલે કાગળની પસ્તી ભરેલી બેગ મુકીને રવાના થઇ જતા ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

મુંબઇ-થાણેના હીરાનંદાણી એસ્ટેટના સિલ્વરલીંક બિલ્ડીંગમાં રહેતા કેમિકલ વ્યાપારી આશિષ અશોક શર્માનો પરિચય એકાદ વર્ષ અગાઉ કેમિકલનો જ વ્યાપાર કરતા સંજય ચૌધરી સાથે થયો હતો બંન્ને વચ્ચે અનેક વખત મુલાકાતો થઇ હતી. દરમ્યાનમાં સંજયે આશિષને કેમિકલ (પ્લાસ્ટીકના દાણા) ની ડીલ કરવા માટે કહ્યું હતું. સંજયે સુરતમાંથી કેમિકલ અપાવશે એમ કહી ડુમ્મસ રોડની હોટલ મેરિઓટમાં ગત રોજ બેઠક ગોઠવી હતી. દરમ્યાન ભેજાબાજ સંજય અને પોતાના બોસ હોવા તરીકેની ઓળખ આપનાર અજ્ઞાાત વ્યક્તિ સાથે ગત રાત્રે મિટીંગ યોજી હતી. મિટીંગમાં સંજય અને તેનો કહેવાતો બોસ કેમિકલ ડીલના જરૃરી ડોકયુમેન્ટસ લઇને આવ્યા હતા અને તે ચેક કરવા માટે આશિષને આપ્યા હતા.

(5:33 pm IST)