Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સુરતના રાંદેરમાં તલવાર સ્ટમ્પ લઈને ઉભેલ મિત્રોને ઠપકો આપતા તલવારથી જીવલેણ હુમલો થતા અરેરાટી

સુરત:રાંદેર સુલતાનીયા જીમખાના પાસે તલવાર અને સ્ટમ્પ લઇને ઉભેલા બે મિત્રોને આવા હથિયારો લઇને ફરો છો શું તમને સારૃ લાગે છે તેમ કહેનાર મિત્ર પર તલવાર વડે હુમલો કરી માથા અને જમણા હાથમાં ગંભીર ઇજા પહોંચાડી હતી.

રાંદેર ક્રોઝવે સર્કલ નજીક નાની આમલપીરુા સ્ટ્રીટમાં રહેતો અને ગેરેજ ચલાવતો રસીદ નિશાર શેખ (ઉ.વ. 38) ગત રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં રાંદેર સુલતાનીયા જીમખાના નજીક શના કોર્નર નામના બિલ્ડીંગ પાસે મિત્ર શકીલ ટીનવાલા સાથે ઉભો રહીને વાત કરી રહ્યો હતો. ત્યારે રશીદની નજર નજીકમાં એકટીવા મોપેડ પર તલવાર અને સ્ટમ્પ લઇને ઉભેલા તેના બીજા બે મિત્ર ઇમરાન ઉર્ફે બોબા ફકરૃદીન અને માઓસ ઇબ્રાહીમ સૈયદ પર પડી હતી. જેથી રશીદે ઇમરાન અને માઓસને કહ્યું હતું કે કેમ આવા હથિયાર લઇને ફરો છો શું તમને સારૃ લાગે છે તેમ કહેતા વેંત તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રશીદને બંન્ને માર મારવા ઉપરાંત ઇમરાને પાછળથી પકડી રાખી માઓસે તલવાર વડે માથામાં અને જમણા હાથમાં ઇજા પહોંચાડી તેઓ ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ દોડી ગઇ હતી. પોલીસે ઇમરાન અને માઓસ વિરૃધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:32 pm IST)