Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સુરતના ગોપીપુરામાં ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહી જવેલર્સમાંથી 4.66 લાખના દાગીના ખરીદી છુમંતર દિલ્હીના ભેજાબાજને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી

સુરત:ગોપીપુરા-ચૌટાબજારના અન્નપૂર્ણા જવેલર્સમાંથી ૧૧૨.૯૨૨ ગ્રામ વજનનના સોનાના દાગીના ખરીદી રૃા. 4,67,564 નું ઓનલાઇન પેમેન્ટ કરવાના બ્હાને વિશ્વાસઘાત કરનાર દિલ્હીના ભેજાબાજની અઠવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ભેજાબાજ યુવાને ઓનલાઇન પેમેન્ટનો ડેમો બતાવી જ્વેલરના બેંક ખાતામાં રૃા. 20 જમા કરાવ્યા હતા. ત્યાર બાદ જે દાગીના ખરીદયા હતા તેનું પેમેન્ટ ઓનલાઇન કરે છે એમ કહી પેમેન્ટ કર્યાનો મેસેજ બતાવ્યો હતો. ભેજાબાજ દાગી લઇને જતો રહયા બાદ પૈસામાં ખાતામાં જમા નહી થયાનું જણાતા જ્વેલર ચોંકયા હતા. અને તેના પાનકાર્ડ અને ફોટોના આધારે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભેજાબાજ ફુટેજમાં પણ દેખાયો છે. પાનકાર્ડના આધારે તપાસમાં તેનું નામ સુદીપરાજ  બિજેન્દરકુમાર શ્રીવાસ્તવ (ઉ.વ. 39 રહે. ગલી નંબર 1 ઇસ્ટગોરખ પાર્કતિવારી સ્વીટ્સ પાસેશાહદરા ઇસ્ટદિલ્હી) હોવાનું જાણવા મળ્યું છે.

(5:32 pm IST)