Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ખંભાતમાં એકાઉંટંટને રિક્ષામાં બેસાડી ભેજાબાજે ખિસ્સામાંથી 2લાખ સરકાવી લીધા: સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ધરપકડ કરી: રીક્ષા ચાલકને ઝડપવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા

આણંદ: જિલ્લાના તાલુકા મથક ખંભાત શહેર ખાતે એક એકાઉન્ટન્ટને રીક્ષામાં બેસાડયા બાદ બે ગઠીયાઓએ એકાઉન્ટન્ટના પેન્ટના ખિસ્સામાંથી રૂા.૨ લાખ શીફ્તપૂર્વક સરકાવી લીધા હતા. જેમાં બંને ગઠીયાઓને ખંભાત શહેર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઝડપી પાડયા છે તેમજ લૂંટમાં વપરાયેલ રીક્ષાને પણ કબ્જે લઈ રીક્ષાચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં મળતી વિગત મુજબ તાલુકા મથક ખંભાત શહેરના ત્રણ દરવાજા પાસે રહેતા બીપીનભાઈ નટવરલાલ શાહ છેલ્લા કેટલાક સમયથી દિપકભાઈ ચંદુભાઈ સાડીવાળાની ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ગત બુધવારના રોજ તેઓ બપોરના સુમારે રૂા.૨ લાખ રોકડા લઈ શહેરની યુનિયન બેંકમાં ભરવા માટે નીકળ્યા હતા. ફેક્ટરી નજીકથી તેઓ એક રીક્ષામાં સવાર થયા હતા. જો કે આ રીક્ષામાં અગાઉથી જ અન્ય બે મુસાફરો બેઠેલા હતા. દરમ્યાન રીક્ષાચાલકે બેંક તરફ રીક્ષા હંકારવાનું શરૂ કર્યા બાદ રીક્ષામાં બેઠેલ બે અજાણ્યા ગઠીયાઓએ બીપીનભાઈ શાહના પેન્ટના ખિસ્સામાં મુકેલ રૂા.૨ લાખ રોકડ હળવેથી સરકાવી લીધા હતા. બેંક આગળ પહોંચ્યા બાદ બીપીનભાઈ શાહે પોતાના ખિસ્સા તપાસતા ખિસ્સામાંથી રોકડ ગાયબ થઈ હોવાનું જણાયું હતું. 

(5:25 pm IST)