Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

બોરસદના વરંડા નજીક મારૂતીવાનમાં બાળકનું અપહરણ કરવાના ઈરાદાથી આવેલ સાત શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ: શહેરના મહાદેવના વરંડા નજીક પાંચેક દિવસ પૂર્વે મારૂતીવાનમાં આવી ચઢેલ સાત જેટલા શખ્શોએ એક કિશોરનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કિશોરને ઉપાડીને લઈ જતા શખ્શો પૈકી એક શખ્શનો પગ રોડ ઉપરથી ખસી જતા કિશોર છુટીને પોતાના ઘર તરફ  ભાગી છુટતા તેનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ તાલુકા મથક બોરસદ ખાતે રહેતા મુસેખાન ઉર્ફે મુસા હુસેનખાન પઠાણનો પુત્ર અઝીઝખાન (ઉં.વ.૧૧) ગત તા.૧૩મી ઓક્ટોબરના રોજ સવારના સુમારે મહાદેવના વરંડા નજીક આવેલ રોડના વળાંક પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમ્યાન એક મારૂતીવાનમાં સાતેક જેટલા શખ્શો ત્યાં આવી ચઢ્યા હતા અને અઝીઝખાન કંઈ સમજે તે પૂર્વે તેને પકડીને મોઢા ઉપર હાથ મુકી મારૂતીવાનમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. 

(5:24 pm IST)