Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

વડોદરાના વાઘોડિયા તાલુકામાં 24 હજારની લાંચ લેનાર મહિલા ટીડીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા: જિલ્લાના વાઘોડિયા તાલુકાના લાંચિયા મહિલા ટીડીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

ગઇ તા.૧લીએ વાઘોડિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી કામિની પંચાલ કોન્ટ્રાક્ટર પાસે બિલ પાસ કરાવવા માટે રૃા.૨૪ હજારની લાંચ લેતાં પકડાઇ જતાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે,કામિની પંચાલ સામે એન્ટિ કરપ્શન બ્યૂરોએ અમને રિપોર્ટ સુપ્રત કર્યો છે.જે રિપોર્ટ રાજ્યના વિકાસ કમિશનરને મોકલી આપવામાં આવ્યો છે.ત્યારબાદ ત્યાંથી પગલાં લેવામાં આવશે.

(5:23 pm IST)