Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પેટા ચૂંટણી બાદ કોંગ્રેસમાં ફરી ભંગાણના એંધાણ

ત્રણથી વધુ કોંગી ધારાસભ્યોની વિકેટ પડે તેવી વકી

અમદાવાદ, તા.૧૯: ગુજરાતમાં ૬ વિધાનસભાની પેટાચૂંટણીઓ આવીને માથે ઉભી છે. આગામી ૨૧ ઓકટોબરે પેટાચૂંટણીઓનું વોટિંગ થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ માટે કરો યા મરોની સ્થિતિ વચ્ચે ઉમેદવારોને આકર્ષવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રયાસોમાં અનેક ઉમેદવારોના ચોંકાવનારા રહસ્યો અને ખુલાસાઓ થઇ રહ્યા છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી એક એક કરીને અનેક પેરાશૂટ નેતાઓએ ભાજપમાં પક્ષપલટો કર્યો હતો. ત્યારે ફરી એક વખત કોંગ્રેસમાં ભંગાણના એંધાણ દેખાઇ રહ્યા છે.

હાલ રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી બાદ કોંગ્રેસમાં ફરીથી ભંગાણ થશે. પેટાચૂંટણી બાદ કોંગ્રેસના ૩થી વધુ ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપનો કેસરિયો ઓઢી શકે છે. ભાજપની હંમેશાં પહેલાથી મનોપોલી રહી છે કે ચૂંટણી ટાણે તેઓ સામેના ઉમેદવાર પોતાના વોટ તોડતો દેખાય અથવા તો તે ઉમેદવારથી સામે પાર્ટીને ફાયદો થતો હોય તો ભાજપ તે વ્યકિતને સામ, દંડ ભેદ કે કોઇ પણ રીતે પક્ષપલટો માટે મજબૂર કરી દેતી હોય છે. ત્યારે રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે આ વખતે ગુજરાતના મંત્રી કુંવરજી બાળળિયાએ એક ઓપરેશન હાથ ધર્યું છે.

રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોનું માનવું છે કે પેટાચૂંટણી બાદ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધીના ૩દ્મક વધુ ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઇ શકે છે. ભાજપે આગામી ૨૦૨૦માં યોજાનારી રાજયસભાની ચૂંટણીને લઇને અત્યારથી રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે, જેથી પેટાચૂંટણી બાદ ભાજપના મંત્રી કુંવરજી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના કામમાં લાગી ગયા છે.

હવે આગામી સમયમાં કોંગ્રેસના કાંકરા દ્યરવાનો સીલસીલો યથાવત જ રહેશે. પેટાચૂંટણી બાદ કોંગ્રેસ ફરી તુટે તેવા અણસાર મળવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોનું તો એટલે સુધી માનવું છે કે કોંગ્રેસના ૩થી વધુ ધારાસભ્યો સાથેની વાતચીત અંતિમ ચરણમાં પહોંચી ગઇ છે, જેથી પેટાચૂંટણી બાદ ગમે તે સમયે કોંગ્રેસમાંથી ઉમેદવારો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાશે.

(3:29 pm IST)