Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કમલેશ તિવારી હત્યાઃ સુરતમાં જ ઘડાયું હતું ષડયંત્રઃ મીઠાઈના બોકસે ખોલી પોલ

હત્યાના કાવતરાનું મુખ્ય કારણ કમલેશ તિવારીએ ૨૦૧૫માં આપેલું ભડકાઉ ભાષણ હતું

લખનૌ, તા.૧૯: કમલેશ તિવારી હત્યાકાંડ બાદ ઉત્ત્।ર પ્રદેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો કે પોલીસે ૨૪ કલાકમાં કેસનો ખુલાસો કર્યો છે. યુપીના ડીજીપી ઓમ પ્રકાશ સિંહએ આજે લખનઉમાં આ કેસ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરસન્સ ગોમતીનગર વિસ્તારના સિગ્નેચર બિલ્ડિંગ ખાતેના પોલીસ હેડકવાર્ટરમાં કરાઈ. તેમણે કહ્યું કે કમલેશ તિવારી દ્વારા વર્ષ ૨૦૧૫માં અપાયેલા ભડકાઉ ભાષણના કારણે તેમની હત્યા થઈ. યુપી પોલીસના જણાવ્યાં મુજબ આ હત્યાનું કાવતરું સુરતમાં દ્યડાયું. હત્યામાં સામેલ શંકાસ્પદોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હત્યાના કાવતરાનું મુખ્ય કારણ કમલેશ તિવારીએ ૨૦૧૫માં આપેલું ભડકાઉ ભાષણ હતું. ડીજીપીએ કહ્યું કે સુરતમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની આકરી પૂછપરછ ચાલુ છે. કાવતરું રચવાના આરોપમાં મુફિત નઈમ કાઝમી અને મૌલાના અનવારુલ હકને પણ અટકાયતમાં લેવાયા છે.

પ્રેસ કોન્ફરન્સમાં ડીજીપીએ કહ્યું કે સૂચનાઓ અને કડીઓ મળ્યાં બાદ શુક્રવારે જ નાની નાની ટીમો બનાવવામાં આવી હતી. અમારી ટીમોએ તપાસમાં જાણ્યું કે આ હત્યાના તાર સુરત સાથે જોડાયેલા છે. મીઠાઈના ડબ્બાથી જે કડીઓ મળી ત્યારબાદ મેં પોતે ગુજરાતના ડીજીપી સાથે વાત કરી અને મહત્વપૂર્ણ સૂચનાઓ મેળવવા માંડી.

તેમણે વધુમાં જણાવ્યું કે એસએસપી લખનઉ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજની ઝીટવટભરી તપાસ કરી. ગુજરાત પોલીસ અને યુપી પોલીસનો પરસ્પર તાલમેળ ખુબ મજબુત રહ્યો. સુરતથી જે ત્રણ અપરાધીઓની ધરપકડ થઈ છે તેમની સદ્યન પૂછપરછ ચાલુ છે. ત્રણેય શંકાસ્પદોનીમાંથી એક મૌલાના મોહસિન શેખ સલીમ (૨૪) સાડીઓની દુકાનમાં કામ કરે છે. જયારે બીજો ફૈઝલ (૩૦) જિલાની એપાર્ટમેન્ટ સુરતનો રહીશ છે. ત્રીજી જે વ્યકિતને પકડી છે તે રશીદ અહેમદ ખુર્શીદ અહેમદ પઠાણ (૨૩) છે. તે દરજીનું કામ કરે છે અને કોમ્પ્યુટરનું પણ તેને સારું નોલેજ છે. તે પણ સુરતનો રહીશ છે. આ ત્રણેય ઉપરાંત વધુ બે વ્યકિતઓની અટકાયત કરાઈ હતી પરંતુ તેમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યાં.

ડીજીપીએ રશીદ પઠાણને આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો. તેમણે કહ્યું કે કમલેશ તિવારીના પરિજનો દ્વારા કરાયેલી એફઆઈઆરમાં મૌલાના અનવારુલ હક અને મુફ્તી કાઝમીની શુક્રવાર રાતે જ અમારી ટીમે અટકાયત કરી અને પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ અમને જાણવા મળ્યું છે કે રશીદ પઠાણ કે જે કોમ્પ્યુટરનો જાણકાર છે અને ટેલરનું કામ કરે છે તેણે જ પ્રાથમિક યોજના દ્યડી હતી. બચેલા જે શંકાસ્પદ અપરાધી છે તેમની ધરપકડ કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. બિજનૌરનું કનેકશન પણ ક્રોસ ચેક કરી રહ્યાં છે.જે બે વ્યકિતઓને પૂછપરચ્છ બાદ છોડી દીધા છે તેમાં એક રાશિદનો ભાઇ અને બીજો ગૌરવ તિવારી છે. ગૌરવે કમલેશ તિવારીને થોડાક દિવસ પહેલા ફોન કર્યો હતો અને સુરત સહિત બીજી જગ્યાઓ પર ભારત હિન્દુ સમાજ માટે કામ કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. ૨૪ કલાકની અંદર અમારી ટીમે ગુજરાત પોલીસની મદદથી ખુલાસો કર્યો. આટલા દૂરનું કનેકશન મળવા છતાંય કોઇ ખાસ આતંકી સંગઠન સાથેનો સંપર્ક જોવા મળ્યો નથી તેમ છતાંય આગળ અમે વિવેચના કરીશું. પ્રારંભિક પૂછપરચ્છ પરથી ખબર પડી કે હત્યાની પાછળ મુખ્ય કારણ ૨૦૧૫નું ભડકાઉ ભાષણ હતું.

(3:26 pm IST)
  • વિસાવદર રેન્જમાં દિપડાએ ૬૦ વર્ષના વૃધ્ધાને ફાડી ખાતા હાહાકાર : દીપડાએ વધુ એક ૬૦ વર્ષનો વૃધ્ધાને ફાડી ખાતા હાહાકાર : વિસાવદર રેન્જમાં પોતાના ઘરની બહાર સુતેલા વૃદ્ધને દીપડો ઉપાડી ગયેલ. જંગલ ખાતાએ લોકોને દિપડાના રહેવાસવાળા વિસ્તારમાં ખૂલ્લામાં નહિ સુવા અપીલ કરી છે. access_time 4:01 pm IST

  • દિવાળીએ સ્ટેટ બેંક તેના કર્મચારીઓને રૂ. ૧૦૦૦ની મર્યાદામાં આપશે ડ્રાયફ્રુટ : દિવાળીના દિવસો આવી રહ્યા છે ત્યારે સ્ટેટ બેંકે એક નવો ચિલો પાડી તેના કર્મચારીઓને રૂ. ૧૦૦૦ની મર્યાદામાં ડ્રાયફ્રુટ આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છેઃ આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છેઃ બેંકના આ કર્મચારી ફ્રેન્ડલી નિર્ણયને કર્મચારી વર્ગે વધાવી લીધો છેઃ આવો પ્રયોગ આગામી દિવસોમાં અન્ય બેંકો શરૂ કરે તો નવાઈ નહિ લાગે access_time 11:38 am IST

  • વડાપ્રધાનપદ માટે નરેન્દ્રભાઇ આજેય સૌથી લોકપ્રિય નેતા સર્વેમાં બીજુ કોઇ તેમની આસપાસ પણ આવતુ નથીઃ આઇએનએસ - સીવોટરના સર્વેનું તારણ access_time 4:04 pm IST