Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

દારૂબંધીના દંગલ વચ્ચે સરકારને લપડાક : પેટાચૂંટણીના છ મત વિસ્તારોમાંથી 57.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદ : રાજ્યમાં છ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને આડે હવે બે  દિવસો જ બાકી રહ્યાં છે. મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ નીતનવા તુક્કા અજમાવ્યાં છે.એક બાજુ, રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે,ગુજરાતમાં દારુબંધી અમલમાં છે ત્યારે બીજી તરફ,પેટાચૂંટણી વખતે જ છ મતવિસ્તારોમાંથી પોલીસે કુલ રૂા.57.65 લાખનો દારૂ પકડયો છે.લાખો રૂપિયાનો દારુ પકડાતાં દારૂબંદીની પોલ ઉઘાડી પડી છે.

   21મીએ રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ,લુણાવાડા અને અમરાઇવાડી મતવિસ્તારમાં ચૂંટણી યોજાનારી છે. રાજ્ય ચૂંટણીપંચે આ બેઠકો પર બાજનજર રાખી છે. પંચે ચૂંટણીની તૈયારીઓને ય આખરી ઓપ આપ્યો છે.પંચના આદેશ મુજબ, પોલીસ આ તમામ બેઠકો પર કાર્યવાહી હાથ ધરી છે.1805 હિથયારો જમા કરાવાયાં છે જયારે 3326 વ્યક્તિઓ સામે સીપીપીસી એક્ટ મુજબ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

(1:39 pm IST)