Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

દિવાળી તહેવારમાં ફટાકડાના ભાવમાં 15 થી 25 ટકાનો વધારો ડ્રાયફ્રૂટસ થયા સસ્તા : મુખવાસની ટ્રેમાં સૌથી વધુ કાજુ પથરાશે

મુખવાસ કે મીઠાઈમાં ઉપયોગમાં લેવાતાં કાજુની ખરીદી પર લોકોએ વધારે ખર્ચ કરવો નહીં પડે

અમદાવાદ : દિવાળીના તહેવારમાં બજારમાં ખાસ ચહલ પહલ જોવા મળતી નથી જોકે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળે તેવી ધારણા છે લોકો તહેવારોને લગતી ખરીદી ધીમીગતિએ કરી રહ્યા છે ત્યારે મુખવાસ કે મીઠાઈમાં ઉપયોગમાં લેવાતાં કાજુની ખરીદી પર આ વર્ષે લોકોએ વધારે ખર્ચ કરવો નહીં પડે. આ વર્ષે કાજુના ભાવમાં 200નો ઘટાડો થયો છે.જયારે કાજુ, દ્રાક્ષ અને અમેરિકન બદામના ભાવમાં અગાઉના વર્ષની તુલનાએ પાંચ ટકા ઘટાડો થયો છે. જે ચાલુ વર્ષે ગિફ્ટ પેકની સાઈઝમાં વધારો કરશે. આ વર્ષે મુખવાસની ટ્રેમાં સૌથી વધુ કાજુ જોવા મળશે.તેમ મનાય છે

 ગત વર્ષે કાજુ.900 થી 1200 કિલોના ભાવે વેચાણ થતાં હતાં. જે આ વર્ષે ઘટીને 650થી 800 સુધી જોવા મળી રહ્યો છે. અમદાવાદના બજારમાં ગોવા મેંગ્લોર,અને આધ્રપ્રદેશથી કાજુનો જથ્થો આવે છે. વેપારીઓના માટે એક્સપોર્ટમાં કાજુના ભાવ પૂરતા નહીં મળતા હોવા ઉપરાંત સ્થાનિક ઉત્પાદનમાં વધારો થતાં કાજુના ભાવમાં ઘટાડો થયો છે

 . અખરોટનો બજારભાવ હાલમાં રૂ.1500 પ્રતિ કિલો છે. જયારે બદામ રૂ.700થી 1000, ચારોળી રૂ.780, અંજીર રૂ.700થી 900, પિસ્તાં રૂ.900થી 1000 પ્રતિ કિલો ચાલી રહ્યા છે.

  દિવાળીના તહેવારને હવે ગણતરીના ‌દિવસો બાકી છે ત્યારે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખૂલી ગયા છે. આ વર્ષે નવી નવી જાતની ફટાકડાની વરાઇટી બજારમાં આવી ગઈ છે, પરંતુ મંદીના માર વચ્ચે ફટાકડાના ભાવમાં 15 થી 25 ટકા વધારો થયો છે

(8:49 am IST)