Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અમદાવાદની એસવીપી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષનો દરજ્જો

રાજ્ય સરકારના કર્મચારીઓને સારવારના ખર્ચનું રીએમ્બેસમેન્ટ મળી શકશે

અમદાવાદની એસવીપી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષનો દરજ્જો મળ્યો છે. એસવીપી હોસ્પિટલ હવે સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવામાં આવતા રાજ્ય સરકારના કર્મચારીઓને સારવારના ખર્ચનું રીએમ્બેસમેન્ટ મળી શકશે. આ ઉપરાંત એસવીપી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સારવાર પણ મળી શકશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે એસવીપી હોસ્પિટલ એએમસી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે. શહેરની પ્રખ્યાત હોસ્પિટલ છે. અને હવે આ સુવિધાઓ મળવાથી અસાધ્ય રોગોનું નિદાન પણ થઈ શકશે. સરકારી હોસ્પિટલની સુવિધાઓ જેવી મળશે અને તદઉપરાંત નાના વર્ગનાં લોકો માટે  લાભદાયી થશે

(12:09 am IST)