Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ધાનેરા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી મકાન સહાય મંજુર કરવા માટે લાંચ લેતા ઝડપાયાઃ આસી.ડાયરેકટર કૃષ્ણકુમારસિંહ ગોહિલએ ચાર્જ સંભાળતા સાથે જ સપાટો બોલાવ્યો

ધાનેરા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી મકાન સહાય મંજુર કરવા માટે લાંચ લેતા ઝડપાયાઃ આસી.ડાયરેકટર કૃષ્ણકુમારસિંહ ગોહિલએ ચાર્જ સંભાળતા સાથે જ સપાટો બોલાવ્યો

રાજકોટઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મંજુર કરવા માટે  રૂ. સાત હજારની લાંચ લેતાં ધાનેરા  ( જિ. બનાસકાંઠા) તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સુરેશભાઇ પટેલ એ.સી.બી.ના છટકામાં ઝડપાય ગયા છે.

એ.સી.બી. સુત્રોમાંથી સાપડતા નિર્દેશ મુજબ આ કામના ફરીયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મેળવવા માટે બે મહિના અગાઉ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે ધાનેરા તાલુકા પંચાયત કચેરીએ જેની સામે આક્ષેપ થયો છે તેવા વિસ્તરણ અધિકારીને આપેલ.

આ કામના આરોપી ફરિયાદીની સહાય મંજુર ન કરતા બહાના બતાવી ધકકા ખવડાવી અંતે લાંચની માંગણી કરતા હોય આ કામના ફરીયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક સાધતા બનાસકાંઠાના એસીબી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.જે. પટેલે બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલના સુપરવિઝનમાં આ છટકુ ગોઠવ્યું હતુ. અત્રે યાદ રહે કે બોર્ડર એકમ ભુજના એસીબી મદદનીશ નિયામક તરીકે  કૃષ્ણકુમારસિંહ ગોહિલએ તાજેતરમાં જ બઢતી મેળવી ચાર્જ સંભાળ્યો છે.  કે.એચ.ગોહિલે રાજકોટના  એસીબી પી.આઇ. દરજજે કલાસ-વન અધિકારીઓને એસીબી જાળમંા સપડાવ્યા હતા.

(8:44 pm IST)
  • સુરત: શહેરમાં સ્વાઈન ફ્લુમાં વધુ 3 કેસ પોઝિટિવ:સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા 112 થઈ:પનાસના 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ:વેસુની 30 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ:વેસુના 59 વર્ષીય પુરુષનો પોઝિટિવ રિપોર્ટ:22 દર્દીઓ હજુ સારવાર હેઠળ: 1ને ડિસ્ચાર્જ કરાયા access_time 9:44 pm IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • ભારતીય રેલ્વેના જનસંપર્ક વિભાગના એડીજીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યજનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો નિશ્ચિત આંકડો સામે નથી આવ્યો. દુર્ઘટના રાહત ટ્રેન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી પણ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે. access_time 10:40 pm IST