Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમદાવાદના વેપારી સાથે રશિયાના મોસ્કોમાં હીરા ઓછા ભાવે આપવાની ઓફર કરીને રૂૂ.પ.૪ કરોડની છેતરપિંડી

મુંબઈઃ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પોલીસે મંગળવારે એક હીરાના વેપારી, તેના ત્રણ પાર્ટનર અને શાગીર્દ સામે FIR નોંધી હતી. તેમણે બે વેપારીઓને મોસ્કો, રશિયાના હીરા ઓછા ભાવે આપવાની ઑફર કરીને તેમની સાથે 5.4 કરોડની છેતરપિંડી કરી હતી. બે વેપારીઓમાંથી એક અમદાવાદનો છે. ફરિયાદ મુજબ આકાશ શાહ વેપારી મુંબઈના રમેશ ગામી અને અમદાવાદના હિંમત નામના હીરાના વેપારીને 15 ઓગસ્ટે મોસ્કો લઈ ગયો હતો. ત્યાં તેની સાથે ભળેલા સ્થાનિકોએ પોલીસનો વેશ ધરીને બંને વેપારીઓના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને ડોક્યુમેન્ટ્સ રીલીઝ કરવા રૂ. 5.4 કરોડની માંગણી કરી હતી. તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તે રકમ નહિ ભરપાઈ કરે તો કાં તો તેમનું એન્કાઉન્ટરમાં મોત થઈ જશે અથવા તો તેમને મોસ્કો જેલમાં મોકલી દેવાશે.

રીતે થઈ ઠગાઈઃ

BKCના પોલીસ ઑફિસરે જણાવ્યું, “ગામીએ જણાવ્યું કે તેની અને હિંમત પાસે બીજો કોઈ વિકલ્પ હોવાથી તેમણે રૂપિયા આપવાની સંમતિ આપી દીધી હતી. નકલી પોલીસે તેમને તેમના કર્મચારીઓને ફોન કરીને માસ્ટરમાઈન્ડ આકાશ શાહની BKCની ઑફિસે પેમેન્ટ કરવાનું જણાવ્યું હતુ. ત્યાર બાદ બંનેને ફ્લાઈટની ટિકિટ આપીને એરપોર્ટ પર ઉતારી મૂકાયા હતા. નકલી પોલીસ કહ્યું કે તે શાહ અને અન્યોને ઈન્ક્વાયરી બાદ છોડી મૂકશે.” ગામી અને હિંમત 17 ઓગસ્ટે દિલ્હી પહોંચ્યા હતા. હિંમત પહેલા અમદાવાદ ગયો અને ત્યાર પછી દિવસે મુંબઈ જઈને તેણે શાહની BKC ડાયમન્ડ બૂર્સમાં આવેલી ઑફિસમાં ધમાલ મચાવી હતી. કારણે શાહના પિતાએ હિંમતને 2.9 કરોડ રૂપિયા પરત કરી દીધા હતા અને બાકીની રકમ ટૂંક સમયમાં પરત કરવાની ખાતરી આપી હતી. ખબર પડતા ગામીએ પણ શાહની ઑફિસનો સંપર્ક કર્યો હતો પણ તેને જણાવાયુ હતુ કે તે માત્ર 35 લાખ રૂપિયા આવશે. પોતે છેતરાયો હોવાની ખબર પડતા ગામીએ આકાશ શાહ, તેના પાર્ટનર સંકેત શાહ અને અજાણ્યા શખ્સો સામે FIR નોંધાવી હતી.

સસ્તા હીરાની આપી હતી લાલચઃ

ગામી કાચા હીરા ખરીદીને તેને પોલિશ કરીને વેચવાના બિઝનેસમાં છે. તેની ઑફિસ દહીંસરમાં છે જ્યારે તેના પાર્ટનરની ઑફિસ BKCમાં છે. ગામીએ જણાવ્યું, “આકાશે મને ખાતરી આપી કે તે મને રશિયાના કાચા હીરા ઓછા ભાવે અપાવશે. 14 મેએ હું અને આકાશ રશિયા ગયા હતા પરંતુ ત્યારે ડીલ ફાઈનલ થઈ નહતી. અમે જુલાઈની 27 તારીખે ફરી મોસ્કો ગયા ત્યાં એક વ્યક્તિએ મને હીરા બતાવ્યા હતા અને કહ્યું હતું કે મારે 1.6 કરોડ રૂપિયા આપવા પડશે. રૂપિયા મળ્યાના 15 દિવસ બાદ લોકો ડાયમન્ડની ડિલીવરી કરશે. હું સંમત થયો અને મારા પાર્ટનરને મેં 1.1 કરોડ અને બીજા 50 લાખ શાહના સ્ટાફને આપવાનું કહ્યું. બીજા દિવસે અમે મુબઈ પરત ફર્યા.” ગામીને હીરા મળ્યા ત્યારે તેણે શાહને અંગે પૂછતાછ કરી હતી. શાહે કહ્યું હતું કે તેણે 15 ઓગસ્ટે મોસ્કો જઈને ડિલિવરી અંગે તપાસ કરવી પડશે. ગામીએ હિંમત સાથે મોસ્કો જવાનું નક્કી કર્યું. ગામીના જણાવ્યા મુજબ મોસ્કો પહોંચ્યા બાદ તેમને જુદા જુદા રો હાઉસમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ત્યાર પછી 15 જેટલા નકલી પોલીસ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમનો પાસપોર્ટ છીનવી તેમને ધમકાવ્યા હતા.

(5:45 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે અમદાવાદમાં કોંગ્રેસની સાયકલ રેલી : અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની આગેવાનીમાં કાલુપુર રેલ્વે સ્ટેશનથી લાલ દરવાજા સુધી સાયકલ રેલીઃ પેટ્રોલ - ડીઝલના ભાવવધારાના પગલે ૧૫ ફુટ ઉંચા મોંઘવારીનો રાક્ષસ બનાવી વિરોધ દર્શાવ્યોઃ રૂપાલી સિનેમા પાસે પુતળાનું દહન કરાશે access_time 3:54 pm IST

  • કચ્છ:ભુજની મુક્ત જીવન મહિલા કોલેજ હોસ્ટેલના સંચાલકો વિરૂધ્ધ ફરીયાદ :હોસ્ટેલમાં અભ્યાસ કરતી યુવતીને બિમાર હોવા છતા સારવાર ન કરાવ્યાની ફરીયાદ :ગઇકાલે બિમાર યુવતીના મોત બાદ તેના પિતાએ ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી :STSC સેલના DYSP એ તપાસ શરૂ કરી access_time 8:37 pm IST

  • અમદાવાદ : માતાજીનો ચમત્કાર આવ્યો સામે:શહેરના ઘાટલોડિયા વિસ્તારની પારસમણિ સોસાયટીની ઘટના :અંબાજી માતાના મંદિરમાં થયો ચમત્કાર :મંદિર પરિસરમાં ગત રાત્રે માતાજીના કંકુના પગલાં પડ્યા :ચમત્કાર જોવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમંટયુ access_time 4:35 pm IST