Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમદાવાદના વેજલપુરમાં પાડોશમાં ગયેલ 8 વર્ષીય બાળા સાથે દુષ્કર્મની ઘટના બનતા અરેરાટી

અમદાવાદ:ના વેજલપુર વિસ્તારમાં 8 વર્ષની બાળકી પાડોશીના ઘરે ખિસકોલી રમાડવા ગઇ હતી ત્યાં દુષ્કર્મ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે વેજલપુર વિસ્તારના સોનલ સિનેમા પાસે આવેલા મક્કાનગરની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

8 વર્ષની બાળકી પાડોશીના ઘરે ખિસકોલીને રમડવા ગઇ હતી ત્યારે મોકાનો ફાયદો ઉઠાવી નરાધમે બાળકીને પીંખી નાંખી. આ સમગ્ર ઘટના સામે આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:06 pm IST)