Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ગાંધીનગરમાં ડેપોમાં બસની હડફેટે રાહ જોઈ ઉભા મુસાફરનું કમકમાટી ભર્યું મોત

ગાંધીનગર:શહેરના માર્ગો ઉપર અકસ્માતની સંખ્યા વધી ગઈ છે ત્યારે શહેરના એસટી ડેપોમાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરને બસે અડફેટે લેતાં તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ગાંધીનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમ્યાન આ મુસાફરનું મોત નીપજયું હતું. આ સંદર્ભે બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી સે-૭ પોલીસે વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.  

ગાંધીનગર શહેર નજીક આવેલા માણસા ખાતે મુળ રાજસ્થાનના કેવલરામ હિંમતરામ મીણા રહે હતા. તેમના ઘરે મુકેશ લાલજી મેઘવાલ આવ્યા હતા. આ બંને વ્યક્તિઓ ગઈકાલે સાંજે ગાંધીનગર એસટી ડેપોથી અમદાવાદ જવા માટે બસની રાહ જોઈને ઉભા હતા.

તે દરમ્યાન ગાંધીનગરથી આહવા જતી બસ નં.જીજે-૧૮-ઝેડ-૨૦૮૧ના ચાલકે બસ પુરઝડપે હંકારી હતી અને કેવલરામને અડફેટે લીધા હતા જેથી તેમને શરીરે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

(5:05 pm IST)