Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

નડિયાદમાં અગાઉ મહિલાને ધોળા દહાડે ઘાયલ કરી લૂંટ ચલાવનાર બેની ધરપકડ

ખેડા: જિલ્લાના વડામથક નડિયાદ શહેરમાં દસ દિવસ અગાઉ ધોળે દહાડે  હાર્દસમા વિસ્તારમાંથી લાખો રૂપિયાના દાગીનાની ખુલ્લેઆમ લૂંટ કરી બે બાઇકચાલકો ફરાર થઇ ગયા હતા.  ગૃહિણીના દાગીના ચોરવા માટે લૂંટારુઓએ તેણીના માથામાં ભારે ઇજા કરીને આ લૂંટને અંજામ આપ્યો હતો. જે અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં બે ઇસમોને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરતા તેમના ૨૩ તારીખ સુધીના રીમાન્ડ મંજૂર થયા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ શહેરના ના નાનાકુંભનાથ રોડ પર આવેલ બાલાજી સોસાયટીના ૨૨ નંબરના ઘરમાં કુણાલભાઇ ભીંડે રહે છે. ગત્ ૬ઠ્ઠી ઓક્ટોબરના રોજ તેમના પત્ની  ઉર્વશીબેન મુંબઇ ખાતે કુટુંબમાં કોઇ જન્મદિવસનો પ્રસંગ હોવાને કારણે  બપોરે બાર વાગ્યાની આસપાસ તેમના કાકીજી દિવ્યાબેન સાથે શહેરની મહાગુજરાત હોસ્પિટલ પાસે આવેલ એક્સીસ બેંકમાં ગયા હતા. 

(5:04 pm IST)