Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વાપીના પારડી નજીક લાંબા સમયથી ચાલતી વીજ ચોરી પોલીસે ઝડપી પાડી

વાપી:પારડીના તળાવની પાળ નજીક આવેલી મચ્છી માર્કેટમાં વેપાર કરતા પાલિકાના કોંગી સભ્ય સહિત ૧૪ મહિલાઓ લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટમાંથી ગેરકાયદે વીજ જોડાણ મેળવી લાઈટનો વપરાશ કરતા હોવાનો પર્દાફાશ થતાં ચકચાર મચીગઈ હતી. પાલિકાની ટીમે કોંગી મહિલા સભ્ય સહિત ૧૪ મહિલાઓ વીજ ચોરી કરતા હોવાનું બહાર આવતા વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો.

પારડી ખાતે આવેલી મચ્છી માર્કેટમાં મચ્છીનો વેપાર કરતી મહિલાઓ લાંબા સમયથી પાલિકાની સ્ટ્રીટ લાઈટમાંથી ગેરકાયદે વીજ જોડાણ મેળવી ચોરી કરતી હોવાની પાલિકાના કોંગી સભ્ય આશિફ શેખે પાલિકાને રાવ કરી હતી. જે સંદર્ભે પાલિકાની ટીમે હાથ ધરેલા ચેકિગ દરમિયાન મચ્છી માર્કેટમાં વેપાર કરતા પાલિકાના મહિલા સભ્ય દક્ષાબેન ભગત તથા અન્ય ૧૩ મહિલાઓ ગેરકાયદે વીજ જોડાણ મેળવી વીજ ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. પાલિકાએ તાત્કાલિક તમામ દુકાનોમાં વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો. 

(4:58 pm IST)