Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

નવરાત્રીના ઉત્સવ દરમ્યાન સુરતીઓએ કરી 80 કરોડથી પણ વધુ ગાડીઓની ખરીદી

સુરત:નવરાત્રી અને દશેરા પર્વ દરમિયાન વાહન ખરીદીનો ક્રેઝ આ વેળાં પણ જો કે, સુરતીઓએ જાળવી રાખ્યો છે. આ વેળાં ત્રણેક હજાર ટુ વ્હીલર અને સાડા પાંચસોથી વધુ મોટરકારનું વેચાણ થયું હતું. વેપાર ઉદ્યોગમાં મંદી તથા સરકારની વીમા પોલિસીને કારણે વેચાણમાં ઘટાડો આવ્યો હોવાનો અંદાજ છે. ગત વર્ષ કરતા પચ્ચીસેક ટકાનો ઘટાડો આવ્યો છે.

તહેવારોમાં અને શુભ દિવસોમાં વાહનો સહિતની કિંમતી ચીજવસ્તુઓ ખરીદવાનો ટ્રેન્ડ સુરતીઓનો વર્ષોથી રહ્યો છે. પણ, આ વેળાં મંદીનું ગ્રહણ થોડું નડી ગયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરભરના ૬૦ થી વધુ ઓટો ડીલરોને ત્યાંથી નવરાત્રી અને દશેરા દરમિયાન આશરે સાડા ત્રણ હજારથી વધુ વાહનો વેચાયાં છે. દશેરાના દિવસે ૨૨૫ થી વધુ કાર અને ૧૨૦૦ થી વધુ મોટરસાયકલોની ડીલેવરી ગ્રાહકોને કરવામાં આવી છે.

(4:57 pm IST)