Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મહુધા તાલુકાના આધેડનો પાણીમાં ગરકાવ થતા મોત

મહુધા: તાલુકાના ઉંદરા અને નંદગામ વચ્ચેથી મહોર નદી પસાર થાય છે. ઉંદરામાં રહેતા બચુભાઈ સોમાભાઈ પરમાર (ઉંમર ૫૧ વર્ષ) ખેતી તેમજ મજૂરી કરી પરિવારનું જીવન નિર્વાહ કરે છે. બચુભાઈ પરમારનું રાત્રીના નવ વાગ્યાથી આજે સવારના ૧૧ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે ઉંદરા સીમમાંથી પસાર થતી મહોર નદીના પાણીમાં અગમ્ય કારણસર પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આજે સવારે નદીના પાણીમાં લાશ તરતી જોવા મળતા લોકો નદી કાંઠે દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા મહુધા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનું સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે શંકરભાઈ ભીખાભાઈ પરમારે જાણ કરતાં મહુધા પોલીસે આ અકસ્માત મોતની નોંધ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

(4:56 pm IST)
  • કચ્છ:ભુજની મુક્ત જીવન મહિલા કોલેજ હોસ્ટેલના સંચાલકો વિરૂધ્ધ ફરીયાદ :હોસ્ટેલમાં અભ્યાસ કરતી યુવતીને બિમાર હોવા છતા સારવાર ન કરાવ્યાની ફરીયાદ :ગઇકાલે બિમાર યુવતીના મોત બાદ તેના પિતાએ ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી :STSC સેલના DYSP એ તપાસ શરૂ કરી access_time 8:37 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે અમદાવાદમાં કોંગ્રેસની સાયકલ રેલી : અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની આગેવાનીમાં કાલુપુર રેલ્વે સ્ટેશનથી લાલ દરવાજા સુધી સાયકલ રેલીઃ પેટ્રોલ - ડીઝલના ભાવવધારાના પગલે ૧૫ ફુટ ઉંચા મોંઘવારીનો રાક્ષસ બનાવી વિરોધ દર્શાવ્યોઃ રૂપાલી સિનેમા પાસે પુતળાનું દહન કરાશે access_time 3:54 pm IST

  • સુરત :ન્યુ સિવિલ હોસ્પિટલની ઘટના:માનસિક વોર્ડમાં તબીબ અને દર્દી વરચે બોલાચાલી દર્દીએ ગુસ્સામાં આવી વોર્ડમાં તોડફોડ કરી:ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 8:37 pm IST