Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

તારાપુરની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 5 નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

તારાપુર:ખાતે રહેતી એક કિશોરીનું ગઈકાલે સવારના સુમારે દુષ્કર્મ કરવાના ઈરાદે કારમાં અપહરણ કરીને ત્યારબાદ છોડી દેતાં આ અંગે તારાપુર પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર તારાપુર ખાતે રહેતી એક ૩૮ વર્ષીય મહિલાનો ફોન બગડતાં તેના પુત્રનો મિત્ર મોઈન આરીફભાઈ વ્હોરા કે જે મોબાઈલ ફોન રીપેરીંગનું કામકાજ કરતો હતો તેને રીપેરીંગ માટે આપ્યો હતો. જેણે ફોન રીપેરીંગ કરીને પરત આપ્યો હતો. ત્યારબાદ તેણે અવાર-નવાર ફોન કરવાના ચાલુ કર્યા હતા. ફોન મહિલાની ૧૫ વર્ષીય પુત્રી ઉપાડતી હતી જેથી તેની સાથે મીઠીમીઠી વાતો કરીને તેણીનો ફોટો મોર્ફ કરીને પૈસાની માંગણી ચાલુ કરી દીધી હતી.આ વાતની જાણ મહિલાને થતાં તેણીએ મોઈનને ફોન કરીને ઠપકો આપ્યો હતો. જો કે મોઈન ના સુધરતા આખરે મહિલાએ એક હજાર રૂપિયા તેને મોકલી આપ્યા હતા. 

દરમ્યાન ગત ૧૭મી તારીખના રોજ નીત્યક્રમ મુજબ ૧૫ વર્ષીય કિશોરી મદ્રેસામાં બહેનપણીઓ સાથે જવા નીકળી હતી પરંતુ તે મદ્રેસામાં પહોંચી નહોતી. મદ્રેસાના આપાએ ફોન કરીને મહિલાને જાણ કરી હતી જેથી તેણીએ પતિ સાથે તપાસ કરતાં મદ્રેસાના સીસીટીવી ફુટેજમાં મોઈન કાર નંબર જીજે-૧, એચએફ-૬૭૧૨માં બેસાડીને લઈ જતો દેખાયો હતો જેથી તેને ફોન કરીને તુ મારી પુત્રીને ક્યાં લઈ જાય તેમ જણાવતા જ તેણે કિશોરીને લીમડી ચોક તરફ છોડી દીધી હતી. પુત્રીને પુછતાછ કરતા મોઈન તેને એક હજાર આપવાની લાલચ આપીને કારમાં બેસાડીને તારાપુર ચોકડી નજીક કાઠીયાવાડી હોટલ પર લઈ ગયો હતો જ્યાં તેના મિત્રો રમીઝભાઈ ઈદ્રીશભાઈ વ્હોરા, માજહાજી નઈમભાઈ વ્હોરા, અબરાર સાદીકભાઈ વ્હોરા તથા આદિલ ઈમ્તીયાઝભાઈ વ્હોરાને બોલાવી લીઘા હતા. જો કે ફોન આવતા જ તેણે છોડી દીધી હતી.

(4:53 pm IST)