Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમદાવાદના વેજલપુરમાં આઠ વર્ષની બાળકીને પાડોશી નરાધમે પીંખી નાંખી

પાડોશીને ઘેર રમવા ગયેલ બાળાને નરાધમે હવસનો શિકાર બનાવી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે બળાત્કારનો બનાવ સામે આવ્યો છે  આ બાળકી પડોશીના ઘરે ગઇ હતી. ત્યાં તેની સાથે દુષ્કર્મ થતા ચકચાર મચી ગઇ છે

  આઠ વર્ષની બાળકી પડોશીના ઘરે રમવા ગઇ હતી ત્યારે મોકાનો ફાયદો ઉઠાવી નરાધમે બાળકીને પીંખી નાંખી. આ સમગ્ર ઘટના સામે આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:26 pm IST)