Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

પાંજરાપોળ, ગૌશાળાના પદાધીકારીઓ અને જીવદયા કાર્યકરોની રવિવારે ગાંધીનગરમાં મીટીંગ

ઘાસચારાચો-પાણીની અછતને પહોંચી વળવા શું કરવુ? : પશુધન-પક્ષીઓને કેમ બચાવવા તે માટે દાનનો પ્રવાહ, સરકારની વિવિધ યોજનાઓનો લાભ, પુરતી સબસીડી માટે રજુઆત કરવાની વાત વગેરે બાબતો ચર્ચા પર લેવાશે * બંગલો નં.૧૯, લવકુશ-ર, કમલમની પાછળ, જુના કોબા, ગાંધીનગર ખાતે તા. ૨૧ ના રવિવારે સવારે ૯.૩૦ થી બપોર સુધી મળનાર મીટીંગમાં રસ ધરાવતા સૌએ ઉપસ્થિત રહેવા સમસ્ત મહાજનના ગીરીશભાઇ શાહ, રાજુભાઇ શાહ, દેવેન્દ્ર દવે, અશોકભાઇ શેઠ, વિનીતભાઇ શાહ, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, ધીરૂભાઇ કાનાબારે અનુરોધ કરેલ છે * મીટીંગ બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ છે * વધુ માહીતી માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૧)

 

(11:46 am IST)