Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રાજ્યમાં ઓકટોબરથી જ પાણીનું સંકટ : ૩૦ ડેમ તળિયાઝાટક : ૬૪ ડેમમાં ૧ થી ૨૫ ટકા પાણી

માર્ચ પછી નર્મદાના ડેડસ્ટોકમાંથી પાણી લેવું પડશેઃ મધ્ય ગુજરાત સિવાય સર્વત્ર સર્જાશે પાણીની તંગીઃ બાકીના તમામ વિસ્તારોમાં ૪૦ ટકાથી ઓછું પાણીઃ રાજ્યના ૧૨ મહત્વના ડેમ સાવ ખાલીખમ

અમદાવાદ તા. ૧૯ : રાજયમાં નોંધાયેલા ઓછા વરસાદને કારણે આ વર્ષે પણ પાણીના સંકટની સ્થિતીનું નિર્માણ થવાની સંભાવના છે. રાજયના નર્મદા એન્ડ વોટર રીસોર્સીસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર વિભાગના આંકડા મુજબ રાજયના ૨૦૩ ડેમ પૈકી ૧૨ સાવ ખાલીખમ છે, જયારે ૬૪ ડેમ એવા છે જેમાં પાણીની સપાટી ૧ ટકાથી લઈને ૨૫ ટકા સુધીની જ છે.

સરદાર સરોવર રિઝર્વોયરને દર વર્ષે મળવાપાત્ર ૯ મિલિયન એકર ફિટ પાણીમાંથી આ વખતે પણ ૬.૨ મિલિયન એકર ફિટ પાણી જ મળી શકશે. જેથી ૨૦૧૭-૧૮ના વર્ષની જેમ ૨૦૧૮-૧૯ના વર્ષમાં પણ માર્ચ ૨૦૧૯ પછી સરદાર સરોવર ડેમના ડેડ વોટર પાઈપલાઈનમાંથી પાણી છોડીને રાજયના પીવાના પાણીની જરૂરીયાતને હલ કરવાની ફરજ પડશે.

૨૦૧૮માં નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા સરદાર સરોવર રીઝર્વોયરને મળવાપાત્ર ૯ મીલીયન એકર ફીટ પાણીના જથ્થામાંથી ૫ મીલિયન એકર ફીટ પાણી જ ફાળવાયું હતું. જયારે આ વર્ષે ૯ને બદલે ૬ મીલીયન એકર ફીટથી થોડું વધારે મળવાનું છે.

સરકારના સૂત્રોના જણાવ્યા મૂજબ ૨૦૧૮દ્ગક સાલમાં નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા સરદાર સરોવર રીઝર્વોયરને મળવાપાત્ર ૯ મીલીયન એકર ફીટ પાણીના જથ્થામાંથી ૫ મીલિયન એકર ફીટ પાણી જ ફાળવાયું હતું. જયારે આ વર્ષે ૯ને બદલે ૬ મીલીયન એકર ફીટથી થોડું વધારે મળવાનું છે. એટલે કે, ગુજરાતને મળવાપાત્ર ૯ મીલિયન એકર ફીટ પાણીનો જથ્થો આ વર્ષે પણ મળી શકવાનો નથી.(૨૧.૧૧)

 

(11:45 am IST)