Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રાજ્યમાં 251 કાર ચોરી કરનાર ગેંગનો સૂત્રધાર ડોક્ટર હરીશ ઝડપાયો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતથી પકડી પાડ્યો

મોલ કે પાર્ટીપ્લોટ બહાર પાર્ક કરેલ વાહનને નિશાન બનાવતા : આયુર્વેદિક ડોકટરના વ્યવસાયમાં આવક ઘટી જતા ચોરી શરૂ કરી

અમદાવાદ :ગુજરાતમાંથી છેલ્લા વર્ષમાં 251 કાર ચોરી કરનારી ગેંગના મુખ્ય સૂત્રધાર ડોકટર હરીશને આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સુરતથી ઝડપી પાડ્યો છે. આયુર્વેદિક ડોકટર તરીકેના વ્યવસાયમાં આવક ઘટી જતા ડોકટરે ચોરી કરવાનું શરુ કર્યું હતું હરીશ મણીયા વ્યવસાયે ડોકટર હતો.ગેંગ તૈયાર કરીને કાર ચોરી શરૂ કરી હતી

  માત્ર બે વર્ષમાં 251 કારની ચોરી કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અગાઉ ડોક્ટરના ભાઈ અરવિંદ મણીયા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ કરતા ડોક્ટર હરિશ મણીયાનું નામ મળતા તેની પણ ધરપકડ કરી છે.

આરોપી ડોકટરે કબુલાત કરી છે કે તેમની ગેંગ છેલ્લા ૪ વર્ષ દરમિયાન મારુતિની નાની કારને ટાર્ગેટ કરતા જે કારનું સેન્ટ્રલ લોક ન કર્યુ હોય તેવી કારને નિશાન બનાવીને તેની ચોરી કરતા હતા. ખાસ કરીને મોલ કે પાર્ટી પ્લોટ બહાર જે વાહનો પાર્ક કરેલા હોય તેને ટાર્ગેટ કરતા હતા. પહેલા અરવિંદ અને તેનો ભાઈ હરીશ  ચોરીમાં સંડોવાયેલા હતા. પરંતુ તે અગાઉ નકલી નોટની હેરાફેરીમાં ઝડપાઈ ચુક્યા છે.

(11:01 pm IST)