Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

પંચમહાલના કાલોલના કણેટીયા ગામનો તલાટી લાંચ લેતા એસીબીએ ઝડપ્યો

નવા મકાનની આકારણી કરવા માટે 7000 ની લાંચ માંગી હતી

પંચમહાલના કાલોલના કણેટીયા ગામનો તલાટી લાંચ લેતા એસીબીએ ઝડપ્યો છે. ફરિયાદીએ બે નવા મકાનનુ બાંધકામ કર્યુ હતુ. જે કામ પુર્ણ થતા મકાનની આકારણી કરીને રજીસ્ટરે નોંધ કરવાની હતી. નોંધણી કરવા માટે થઈને કણેટીયાના તલાટી વિઠ્ઠલ ઘનશ્યામભાઈ સોલંકીએ લાંચની રકમની માંગણી કરી હતી. તલાટી દ્વારા બંને મકાન માટે પહેલાતો વેરા પાટે 1 હજાર રુપિયાની માંગ કરી હતી. ત્યાર બાદ બંને મકાનોની આકારણી કરવા માટે 7 હજાર રુપિયાની માંગ કરી હતી.

  આ પછી તલાટીએ ફરિયાદીને ગત 13 સપ્ટેમ્બરે ફોન કરીને રુબરુ બોલાવ્યો હતો. તે વખતે રુપિયા 3500 રોકડા લાંચ પેટેના લીધા હતા. જ્યારે બાકીની 3500 રુપિયાની રકમ આપવા માટે મંગળવારનો વાયદો કર્યો હતો. જેને લઈ લઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જ્યાં એસીબીએ છટકાનુ આયોજન કર્યુ હતુ. આ દરમિયાન તલાટી વિઠ્ઠલ સોલંકી લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો. એસીબી ટીમે આરોપી તલાટીની અટકાયત કરીને વધુ તપાસ શરુ કરી હતી

 

(11:24 pm IST)