Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ખેડાના મહુધા પંથકમાં કિડની કૌભાંડનો પર્દાફાશ : વ્યાજ વસૂલવા કિડની કાઢી લીધી

ખેડા : ખેડાના મહુધા તાલુકામાં કિડની કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સામાન્ય રીતે ઓપરેશનના બહાને ડોક્ટરો કિડની કાઢી લેતા હોવાના સમાચાર તમે સાંભળ્યા હશે, પણ આ કિસ્સો કિડની કૌભાંડ નહીં પણ વ્યાજખોરો દ્વારા કિડનીની લૂંટનો છે. જી હાં, ખેડાના મહુધા તાલુકામાં નાની રકમ વ્યાજે આપી લોકોનું શોષણ કરી ૯ લોકોની કિડની વેચવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મહુધા તાલુકાના ભૂમસ ગામે વ્યાજખોર અશોક અમરાભાઈ પરમાર લોકોને પૈસા વ્યાજે ધીરતો હતો અને કોઇ વ્યાજ ન ભરી શકે તો તેની કિડની વેચી નાખતો હતો. કિડની આપનારને ૨થી ૨.૫૦ લાખ આપવામાં આવતા હતા. ભૂમસ ગામે રહેતા ગોપાલભાઇ પરમારે માથાભારે વ્યાજખોર અશોક પરમાર સામે જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે અશોક અમરાભાઈ પરમાર પાસેથી ૨૦ હજાર રૂપિયા ૩૦ ટકાના વ્યાજે લીધા હતા. ૩૦ ટકા વ્યાજ લઇ માથાભારે અશોક પરમારે ૨૦ હજારના ૫૦ હજાર કરી નાખ્યા હતા.  
જોકે, રિક્ષા વેચી વ્યાજ ભરનાર ગોપાલભાઇને લૂંટવા તેમને ૩૦ હજારના પગારની પિ?મ બંગાળમાં નોકરીની લાલચ પણ અપાઇ હતી. જે બાદ અમદાવાદમાં ગોપાલભાઇની મેડિકલ ચેકઅપ કરી પિ?મ બંગાળમાં સ્ટેમ્પ પર સહીઓ કરાવી લેવામાં આવી હતી. જે બાદ ગોપાલ ભાઇને દિલ્હી લઇ જવાયા જ્યાં કિડની કાઢવાની વાત સંભળાતા ગોપાલભાઇ બાથરૂમ જવાના બહાને ભાગી છુટ્યા હતા.
જોકે, મહુધા ગામે પહોંચ્યા બાદ ગોપાલ પરમારને કિડનીની લૂંટ વિશે ન જણાવવા ધમકીઓ આપતાં ગોપાલભાઇઍ માથાભારે વ્યાજખોર અશોકભાઇ અમરાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. સૌથી ચોંકાવનારી વાત તો ઍ છે કે વ્યાજે પૈસા આપી વ્યાજના વિષચક્રમાં મજબૂર કરી અશોક પરમારે ભૂસર ગામમાં જ ૯ લોકોની કિડની કાઢી લીધી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
૨૦થી ૩૦ હજારની નાનીસૂની રકમ માટે લોકોઍ પોતાની કિડની ગુમાવી છે. ત્યારે કિડની કૌભાંડના આરોપી અશોક અમરાભાઇ પરમાર સામે ફરિયાદ બાદ ગોપાલભાઇઍ ખેડા કલેક્ટર પાસે સુરક્ષાની માંગ કરી છે.
- કેટલા સમયથી વ્યાજખોર અશોક પરમાર ચલાવી રહ્ના છે કિડની કૌભાંડ?
- અશોક પરમાર કોના પાસે બંગાળમાં કરાવતો હતો સહી સિક્કા?
- દિલ્લીના કિડની ચોર ડોક્ટર સાથે અશોક પરમાર કેવી રીતે જોડાયો?
- કિડની ચોર ટોળકીઍ કેટલી કિડનીઓ વેચી?
- ગુજરાતથી ચાલતા કિડનીના વેપલામાં કોની કોની સંડોવણી?
- કિડની આપનારને ૨થી અઢી લાખ અપાતા તો કિડની કેટલામાં વેચાતી હતી?
- કિડનીના કાળાબજારમાં શું અશોક પરમાર ફક્ત મહોરું છે?

(6:20 pm IST)