Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

રાજ્યમાં છેલ્લા 16 કલાકમાં 246 તાલુકામાં વરસાદ :સૌથી વધુ વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો

મેંદરડામાં 7.5 ઈંચ વરસાદ વરસાદ,મહેસાણાના બેચરાજીમાં 6.5 ઈંચ, પાટણના રાધનપુરમાં 6 ઈંચ તેમજ વંથલીમાં 5.5 ઈંચ વરસાદ

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા 16 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે 90 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સવારે 6થી રાત્રીના 10 સુધીમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં મેંદરડામાં 7.5 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણાના બેચરાજીમાં 6.5  ઈંચ, પાટણના રાધનપુરમાં 6 ઈંચ તેમજ વંથલીમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસામણામાં 5.4 ઈંચ બનાસકાંઠાના ભાભરમાં 5.3 ઈંચ દિયોદરમાં 5.3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના બાર તાલુકાઓમાં છેલ્લા 16 કલાકમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

(12:20 am IST)