Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ

ડુમાણા, ભોજવા, ધાકડી, હાંસલપુર, સોકલીમાં વરસાદ વરસ્યો : જુનાપાઘર, નીલકી સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વિરમગામના ડુમાણા, ભોજવા, ધાકડી, હાંસલપુર, સોકલીમાં વરસાદ પડ્યો છે જયારે  જુનાપાઘર, નીલકી સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં મેઘ મહેર જોવા મળી.ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો .અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી હતી 

(10:36 pm IST)