Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ચિત્રાવાડી ગામમાં શ્રીફળ ના છોતરા માંથી બનેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજી ની પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાસેના ચિત્રાવાડી ગામમાં આવેલી શ્રીજી સોસાયટીમા રહેતા રાજેન્દ્રસિંહ ઠાકોરના ઘરે શ્રીફળના છોતરાં માંથી બનેલી ગણપતિની મૂર્તિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આજુબાજુના લોકો શ્રીફળ છોતરાં માંથી બનેલી મૂર્તિ જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મૂર્તિની બનાવટ અને કલાત્મક કાર્ય જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનતી મૂર્તિ વજનમા ભારે અને નદીના પાણી ને પ્રદુષિત કરતી હોય ત્યારે સરકારે પણ માટી માંથી બનેલી મૂર્તિઓ ઉપર વધુ ભાર મૂકી માટી કામ ના કારીગરો ને પ્રોત્સાહન આપ્યું છે.
કોરોના મહામારીની બીજી લહેર પછી ત્રીજી લહેરના અંદેશા વચ્ચે ગુજરાત સરકારે ઉજવણીની કેટલીક મર્યાદાઓ સાથે મંજૂરી આપી છે અને 4 ફૂટથી વધુ ઊંચી પ્રતિમા ના હોય તે રીતે ગણેશજી ની પ્રતિમાની સ્થાપના અને વિસર્જનની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. ત્યારે આ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓની માંગ વધારે રહી એમાં પણ તાપી જિલ્લાના બોરખડી ગામની મહિલાઓના સ્નેહા સખી મંડળ દ્વારા નવો પ્રયોગ કરતા નારિયેળના નકામા સમજી ફેંકી દેવાતા છોતરાંનો રચનાત્મક ઉપયોગ કરી ગણપતિની મૂર્તિઓ બનાવી વેચાણ કરાઈ હતી.બોરખડી ગામની મહિલા મંડળ દ્વારા આ મૂર્તિ બનાવવા માટે ખાસ પ્રકારની તાલીમ આ મહિલાઓને આપવામાં આવી હતી.

(10:11 pm IST)