Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજપીપળા શહેરમાં આનંદચૌદસ ના દિવસે સરકારી ગાઈડલાઈન સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં આનંદચૌદસ ના દિવસે દુંદાળા દેવ નું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું.

શહેર માં સાંજે 5 વાગ્યા બાદ ગણેશજી ની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો સરકારી ગાઈડલાઈન ના પાલન સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકા ની ફાયર ટીમના કર્મચારીઓ એ સલામતી રીતે બાપ્પા ની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કરાયું હતું.જોકે દસ દિવસ આતિથ્ય માણ્યા બાદ શાંતિપૂર્ણ રીતે અનંદચૌદસ નો આ અવસર પૂર્ણ થયો પરંતુ વિસર્જન ટાણે બાપા ને વિદાઇ કરતી વેળા ભક્તોની આંખો ભીની થઇ હતી ત્યારે આવતા વર્ષે ફરી પધારજો ના નાદ સાથે ભક્તો એ બાપા ને વિદાઇ આપી હતી.
ટાઉન પી.આઈ.મોહનસિંહ ચૌહાણ ના જણાવ્યા મુજબ આ વર્ષે રાજપીપળા શહેર માંથી 43 પ્રતિમા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 30 પ્રતિમાં મળી કુલ 73 પ્રતિમાઓનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન થયું હતું.

(10:08 pm IST)