Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સમગ્ર ખેડા જિલ્લામાં મેઘરાજાનું આગમન : ઠાસરા, ગળતેશ્વર, નડીયાદ સહીતના વિસ્તારોમાં વરસાદ

ખાત્રજ, સોજાલી, સણસોલીમાં વરસાદ: ડાકોરમાં પણ ભારે વરસાદ પડ્યો

નડિયાદ :રાજ્યમાં ચોમાસું હાલ સક્રિય છે. વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે, ત્યારે ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. સમગ્ર ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેડા જિલ્લાના

ડાકોર, ઠાસરા, ગળતેશ્વર, નડીયાદ, ખાત્રજ, સોજાલી, સણસોલીમાં વરસાદ વરસાદ પડ્યો છે, તો બીજી બાજુ મહેમદાવાદ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. નડીયાદ શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે અને ભારે પવન સાથે વરસ્યો છે.

ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ડાકોર મંદિરના મુખ્ય દરવાજાની બહાર સર્વત્ર પાણી જ પાણી દેખાતું હતું. ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. આમ સમગ્ર ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે.

(4:49 pm IST)