Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સુરતના ફાયરિંગ અને ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપી અશરફ નાગોરીની ગુજરાત ATSએ મહારાષ્ટ્રથી દબોચી લીધો

ગુજરાતમાં ૨૦૦૩ માં જેહાદી ષડયંત્ર સાથે સંકાયેલો નાગોરી સુરતના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલો

સુરતને મુખ્ય મથક બનાવી સમગ્ર રાજ્યમાં હત્યાની સોપારી,ધાક ધમકી,ફાયરિંગ,જેવા અસંખ્ય ગુનાઓમાં નાસતો ફરતો કુખ્યાત અશરફ નાગોરી મહારાષ્ટ્રથી ઝડપાયો છે ગુજરાત ATS નાગોરીને ઝડપી લાવી છે. ગુજરાતમાં ૨૦૦૩ માં જેહાદી ષડયંત્ર સાથે સંકાયેલો નાગોરી સુરતના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલો છે.જાન્યુઆરી 12-2021 એટલે કે 8 માસ પૂર્વે ગુજરાત સરકારે અશરફ નાગોરી પર ગુજ્સીટોક કાયદો લાગુ કર્યો હતો.અશરફ નાગોરી ગુજસીટોકના ગુનામાં ફરાર હતો. સુરતમાં અસંખ્ય ગુનાઓમાં નામચીન રહેલા નાગોરીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે.

આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા GUJCTOC(ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ) મુજબ સુરતમાં કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લાલગેટ પોલીસે અશરફ નાગોરીના ત્રણ સાગરીતની ધરપકડ લાલાગેટ પોલીસ દ્વારા કરવામાં આવી. સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

સુરતના લાલગેટ, ચોકબજાર વિસ્તારમાં ફાયરીંગ, ખંડણી, ગેરકાયદેસર હથિયારોના ગુનામાં ઝડપાયેલા તેમજ અંડરવર્લ્ડ સાથે કથિત કનેક્શન ધરાવતા કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસે આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા GUJCTOC(ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ ) મુજબ ગુનો નોંધાયો હતો .

સુરતના રામપુરા વિસ્તારમાં બરાબર એક વર્ષ અગાઉ 11 જાન્યુઆરીની મોડીરાત્રે મેલી વિદ્યાની આશંકામાં સામસામા ફાયરીંગની ઘટના બની હતી. માથાભારે અશરફ નાગોરીએ મેલી વિદ્યા કરી છે તેવી આશંકાને પગલે મહેતાબ ભૈયા સાથે તેનો ઝઘડો થયો હતો. તેની જાણ મહેતાબના ભાઈ હાસીમને થતા તે અશરફ પાસે પહોંચ્યો હતો. ત્યારે ઝઘડો થતા અશરફે હાસીમ ઉપર ફાયરિંગ કર્યું હતું અને તે સમયે તેને બચાવવા મહેતાબ આગળ આવી જતા તેને ડાબા પગમાં કુલાની નીચેના ભાગે ગોળી વાગી હતી. આથી તેણે પોતાની પાસેની પિસ્તોલથી અશરફ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને લીધે લોકો એકત્ર થઇ જતા તેઓ ત્યાંથી ભાગ્યા હતા.

(4:48 pm IST)