Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશે : વડાપ્રધાન સહિત પાર્ટીના મહાનુભાવો સાથે કરશે શુભેચ્છા મુલાકાત

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉપ રાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે.

ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે પણ મળશે અને તેમનું માર્ગદર્શન મેળવશે.

ભૂપેન્દ્રભાઈ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત હેતુસર મળશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રી નવી દિલ્હીમાં મળવાના છે. મુખ્યમંત્રીશ્રી નવીદિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે તેમ એક અખબારી યાદી માં જણાવાયું છે.

(4:20 pm IST)