Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સોમવારે અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ ફીવર સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરશે

અમદાવાદ જિલ્લાના 466 ગામ, 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 215 પેટા આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં કામગીરી કરવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજ્યમાં હાલની વરસાદની પેટર્નને ધ્યાને લેતાં વાહક જન્ય રોગો જેવા કે , મેલેરીયા , ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા રોગોના કેસો વધવા પામેલ છે . જે અન્વયે વાહક જન્ય રોગો અને મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે તા .20/09/2021ને સોમવારના રોજ રાજ્યના તમામ જિલ્લામાં ખાસ ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે ઝુંબેશમાં હાઉસ ટુ હાઉસ ફીવર સર્વેલન્સ તેમજ પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવશે.   અમદાવાદ જીલ્લામાં ઝુંબેશમાં તમામ આરોગ્ય કર્મચારીઓ જેવા કે 180 મ.પ.હે.વ. 160 એફ.એચ.ડબલ્યુ, 90 સી.એચ.ઓ. તેમજ 1189 આશા બહેનો અને આશા ફેસીલીટર દ્વારા સઘન કામગીરી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના 466 ગામ, 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 215 પેટા આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં 40 મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર , 40 આયુષ તબીબી અધિકારી , 40 તબીબી અધિકારી, તાલુકા હેલ્થ સુપરવાઈઝરો, તાલુકા હેલ્થ અધિકારીઓ, જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા મોનીટરીંગ અને સુપરવિઝન કરવામાં આવશે. તેમ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું.

(1:57 pm IST)