Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

પાટણમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદથી નીચાળવાળા પાણી ભરાયા

ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોને રાહત :વરસાદથી ખેડુતોના ચોમાસું પાકને ફરી જીવનદાન

અમદાવાદ : રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે.પાટણમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ આગમન કર્યુ હતુ.વીજળીના કડાકા સાથે ઘોઘમાર વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોને રાહત મળી છે.સારા વરસાદથી ખેડુતોના ચોમાસું પાકને ફરી જીવનદાન મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જીલ્લામાં રાજ્યનો સૌથી ઓછો માત્ર 28% જ વરસાદ નોંધાયો છે.

આ પહેલા ગત જૂન મહિનામાં પાટણમાં આવો જ ભારે વરસાદ પડ્યો હતો. પાંચ ઇંચ વરસાદ બાદ પાટણ પાણી પાણી થઇ ગયું હતું..થોડા જ કલાકોમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી જતા લોકોની મુશ્કેલી વધી ગઇ હતી.પાટણના સિદ્ધપુરમાં બારે મેઘ ખાંગા થવાથી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા.નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા હતા. તારાજીને લઇને સિદ્ધપુરનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક બન્યું હતું અને સિદ્ધપુર મામલતદાર સહિત પાલિકાની ટીમો કામે લાગી હતી.

(12:26 am IST)