Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજપીપળા નગરપાલિકા દ્વારા સોનિવાડમાં સાંસદ વસાવાના હસ્તે પાણીના નવા બોરનું ખાતમુહુર્ત કરાયું

રાજપીપલામાં વોર્ડ 1 અને 4 માં પાણીની સમસ્યા દૂર કરવા પાલિકાએ 4 નવા બોર ખોદી પાણી પૂરું પાડશે : વર્ષોની પાણીની સમશ્યા દૂર થશે:તમામ વોર્ડ માં લોક માંગ પ્રમાણે 18 જેટલા હેન્ડપંપ પણ લગાવવામાં આવશે.

(ભરત શાહ) રાજપીપળા :  રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી ટાણે નાગરમાંથી પાણીની સમસ્યા દૂર કરવાનું ભાજપે વચન આપ્યું હતું ત્યારે તે વચન પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે સત્તા સંભાળતાંજ યાદ કરી જરૂરી મંજૂરી મેળવી વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 4 માં સ્થાનિક લોકોની સૌથી વધુ પાણીની સમશ્યા આવતી હતી જે નિવારવા નવા બોર ખોદી પાલિકા ઘરે ઘરે ફોર્સ થી પાણી પહોંચાડશે જે માટે સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના હસ્તે રાજપીપલા સોનિવાડ વિટ્ઠલનાથજી ના મંદિર પાસે એક બોરનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું તેમની સાથે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, કારોબારી ચેરમેન સપનાબેન વસાવા, સ્થાનિક સભ્યો ગિરિરાજસિંહ ખેર, કિંજલબેન તડવી, આશિષ ડબગર રાજપીપળા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ તથા મહામંત્રી રાજેન્દ્ર પટેલ, અજીતભાઈ પરીખ સહીત આગેવાનો હાજર રહ્યા હતા.
આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપીપળા વિસ્તારમાં જે પાણીની તંગી પડે છે તો તેના માટે રાજપીપળા નગરપાલિકા એ 4 નંગ બોર અને 18 હેડ પંપ મંજૂર કરેલા છે. જેનું ખાતે મુહર્ત કરવામાં આવ્યું જેનું કામ શરૂ  કરવામાં આવશે.પાલિકા વિસ્તારમાં નગરજનોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે જરૂરી સેવાઓ માટે હંમેશા હાજર છીએ.

(11:06 pm IST)