Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

નર્મદા જિલ્લામાં ટીબીના કેસો શોધવા માટે ૪૫ દિવસ સુધી ખાસ સર્વે હાથ ધરાશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : પીએમ મોદી દ્વારા ભારત દેશને ૨૦૨૫ સુધીમાં ટીબી રોગથી નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે . હાલમાં ભારત સરકારના કેન્દ્રીય આરોગ્યમંત્રી દ્વારા એકટીવ કેસ ફાઈન્ડીંગ કામગીરીનું લોન્ચીંગ કરવામાં આવેલ છે . આ હેતુને સિધ્ધ કરવા માટે અને ટીબીના કેસોને વહેલી તકે શોધી કાઢી વહેલી તકે સારવાર પર મુકી સંક્રમણની કડી તોડવામાં આવે તો ટીબી નિર્મુલન નો લક્ષ્યાંક સિધ્ધ થઈ શકે તે અંતર્ગત ટીબી મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતમાં તા .૧૬ / ૦૯ /૨૧થી તા . ૩૧/૧૦/૨૧ સુધી ૪૫ દિવસ માટે એકટીવ કેસ ફાઈન્ડીંગ સર્વે કરશે.
નર્મદા જિલ્લામાં પણ કલેકટર ડી.એ.શાહ , ડીડીઓ પલસાણા , અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ અને જિલ્લા ક્ષય અધિકારી ડો.ઝંખના વસાવા ના માર્ગદર્શન હેઠળ માઈકોપ્લાનીંગ તૈયારી કરી આરોગ્ય વિભાગની વિવિધ ટીમો , આશા બહેનો , આરોગ્ય વર્કર ભાઈઓ અને બહેના દ્વારા તમામ ધરની મુલાકાત લઈ ટીબી રોગના લક્ષણો વિશે પુછપરછ કરશે અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને નજીકના સામુહીક પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલ માં વધુ નિદાન માટે મોકલવામાં આવશે. જો તે શંકાસ્પદ દર્દીને સધન તપાસ બાદ ટીબીનો રોગ માલુમ પડશે તો તેની સંપૂર્ણ સારવાર ધરે બેઠા વિનામુલ્ય કરવામાં આવશે .

(11:11 pm IST)